તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદનાં શન્કાસ્પદ દર્દીનો કોંગો ફીવર રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રમાં હાશકારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ નજીક આવેલી શ્રીરામ ગૌશાળામાં કામ કરતા શ્રમિકને તાવ અને અન્ય તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પ્રાથમિક લક્ષણ આધારે જ્યાં મેલરીયા તેમજ ડેન્ગ્યુના રિપોર્ટ કરાવ્યો હતો. જે નોર્મલ આવ્યો હતો જોકે દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ સતત ઘટતા તબીબે દર્દીને કોંગો ફિવર હોવાની આશંકા હતી જેથી તત્કાલિક શ્રમિકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેના લોહીના સેમ્પલ લઈ પુના સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબમાંથી તેનો રિપોર્ટ નીલ આવ્યો આવ્યો હતો જેથી તાવના એ દર્દીને કોંગો ફીવર નથી તે સ્પષ્ટ થતાં આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

હળવદમાં શ્રી રામ ગૌશાળામાં કામ કરતા મૂળ છોટાઉદેપુરના શ્રમજીવીને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હોય તેનો મેલેરિયા તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવતા એ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી સી.એચ.સી હળવદ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન થતા કોંગો ફીવરની આશંકાને ધ્યાને લેતા દર્દીને પી.ડી.યુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે નિદાન તેમજ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યો હતો, તેમજ તેઓના કોંગો ફીવરના નિદાન માટે બ્લડ સેમ્પલ લઈ પુના ખાતે મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ નીલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્રણ દિવસ બાદ પુનાની લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં દર્દીને કોંગો ફીવર ન હોવાનું સામે આવ્યુ હોવાનું મોરબી જિલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી ડો.સી એલ વારેવડીયાએ જણાવ્યું હતુ.દર્દીને નોર્મલ તાવ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે પણ રાહત અનુભવી હતી.

આ અંગે જિલ્લા આરોગ્ય નિયંત્રણ અધિકારી સી.એલ. વારેવડીયા ને પુછતા તેવો જણાવેલ કે શ્રી રામ ગૌશાળા ના મજુર નો કોગો ફીવર રોગ શંકાસ્પદ લાગતા બ્લડ સેમ્પલ પુના ખાતે મોકલી આપ્યું હતું પરંતુ જેનો રિપોર્ટ ગુરૂવારે રાત્રે નેગેટિવ આવતા હાલ તબીયત સુધારા પર છે તેમ જણાવેલ હતુ આમ કોગો ફીવર નો રીપોર્ટ નેગેટિવ આવતા નીલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...