તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરેક છાત્રોને ઘરે જઇ બુકલેટ આપવાના પરીપત્રથી મૂંઝવણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસના ભય વચ્ચે પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ભાવીની ચિંતા થતી હોવાથી ખોટી ખોટી વાહવાહી ખાટવા ઘરે ઘરે જઇને ભણાવવાના સુચનો કરાયા છે. જેમાં પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને પોતાના વર્ગના વિદ્યાર્થીઓને ઘરે જઇને એકમ કસોટી, બુકલેટ આપવાનો પરીપત્ર કરાયો છે. આ સાહિત્ય માત્ર એક દિવસમાં પહોંચાડવાનુ જણાવાયુ છે. આ ઉપરાંત ભાષાકીય પ્રવૃતીઓ કરાવવાની પણ સુચના અપાઇ છે. આ અંગે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગરના પ્રમુખ રણછોડભાઇ કટારીયા, મહામંત્રી દશરથસિંહ અસવારે રજૂઆતમાં જણાવ્યું કે, એક વર્ગમાં 40 જેટલા વિદ્યાર્થીઓના ઘર એક જ દિવસમાં કેવી રીતે શિક્ષક પહોંચશે. જ્યારે ધો.3 થી 8ના તાસ પધ્ધતિ હોવાથી શિક્ષકને શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસે જવુ પડે અથવા વિષયને ન્યાય મળે તેમ નથી.આ ઉપરાંત મહીલા શિક્ષિકાઓને અવમાન અને ભયજનક પરિસ્થિતિએ જવુ પડે તેમ છે. હાલ કોરોના વાઇરસના ભયને કારણે બાળકો, વિદ્યાર્થીઓ , વાલી અને શિક્ષકોના આરોગ્ય પર ખતરો ઉભો થાય તેમ છે. આથી પરીપત્ર રદ્દ કરવાની માંગણી કરાઇ છે.

રોષ

એક દિવસમાં બધું તો કેમ થાય?

અન્ય સમાચારો પણ છે...