તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરટીઆઇ એક્ટિવિસ્ટ પર હુમલાના કાવત્રાની ફરીયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેમની વિરૂદ્ધ માહિતી માંગી તેમણએ કાવત્રું ઘડ્યાની શંકા દર્શાવી

ક્રાઇમ રીપોર્ટર. કોડીનાર

કોડીનારના આરટીઆઇ એક્ટિવિસ્ટ પર 60 થી 70 લોકોના ટોળાએ હુમલો કરવાનું કાવત્રું રચ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, કોડીનારના આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશભાઇ જેઠાભાઇ મકવાણાએ અમુક લોકો વિરૂદ્ધ માહિતી માંગી તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. તેના મનદુ:ખમાં મહેશભાઇ તેમના પોલીસ રક્ષક સાથે ગઇકાલે મોટરસાઇકલ પર સરખડીથી કોડીનાર પરત આવી રહ્યા હતા. એ વખતે સરખડી રોડ ઉપર તેમના પર હુમલો કરવા માટે પેટ્રોલ પંપ પાસે મેદાનમાં 60 થી 70 લોકો હાથમાં લોખંડના પાઇપ સાથે ઉભા હતા. આથી મહેશભાઇને પોતાના પર હુમલાની દહેશત લાગતાં તેમણે બાકઇ દોડાવી મૂકી હતી. અને આગળ જઇ કોડીનાર પોલીસને આ અંગે જાણ કરી 60 થી 70 લોકોના ટોળા સામે પોતાના પર હુમલાના કાવત્રાની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...