તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીના પૂર્વ આચાર્ય વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડીની પ્રાથમિક શાળા નંબર-7ના પૂર્વ આચાર્યે 4.88 લાખથી વધુના નાણાંની ઉચાપત કર્યાં અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. વર્ષ 2014થી 17 સુધી સરકારી ગ્રાન્ટ અને આરટીઈના પૈસા સ્વખર્ચ માટે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

લીંબડી ભલગામડા ગેટ પાસે આવેલી પ્રાથમિક શાળા નંબર-7માં અતિ ચર્ચિત મહેન્દ્ર વિઠ્ઠલભાઈ ચૌહાણ વર્ષ 2014થી 17 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. તે સમયગાળા દરમિયાન આરટીઈ અને સરકારી ગ્રાન્ટનો તમામ વહીવટ તેના હસ્તે કરવામાં આવ્યો હતો. તે સમયમાં વપરાયેલા 4,88,540 રૂપિયાના વાઉચર તેને સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કર્યાં નહોતો. જે બદલ તેમને અવાર-નવાર સરકારી ગ્રાન્ટના નાણાં ક્યાં વપરાયા તે અંગે પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ તે યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ બેથી વધુ વખત 4,88,540 રૂપિયા રિકવર કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો પરંતુ તેને નાણાં પરત કર્યાં નહોતો. તા.15 ફેબ્રુઆરી 2020ના રોજ મહેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ થયેલા અન્ય કેસોમાં કસુરવાર ઠેરાતા નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. સરકારી નાણાં પરત કરવામાં નિષ્ફળ રહેતા ડીપીઈઓના આદેશથી તાલુકા શિક્ષણાધિકારી જગદીશભાઈ મીરે લીંબડી પોલીસ મથકે ડીસમીસ થયેલા પૂર્વ આચાર્ય મહેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાથમિક શાળા નં-7ની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો