તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં હોમગાર્ડના જવાનને ધમકી આપતાં રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોટાદમાં ઓટો રિક્ષા સાઈડમાં રાખવાનું કહેતા હોમગાર્ડના જવાન ને પટ્ટા ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદને પગલે ખળભળાટ મચી જવા પામેલ છે.

બનાવની વિગત પ્રમાણે બોટાદ શહેરના તિલકનગર રેલવે કોલોની પાછળ રહેતા અને હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ વિનુભાઈ રૂદાતલ ગત 10 માર્ચ 2020 ના સાંજના 4 થી 8 શહેરના પાળીયાદ રોડ પર ના એસ.ટી .બસ. ડેપો ખાતે ફરજ પર હોય તે દરમિયાન સાંજના 6-50 કલાકે GJ04W 3747 નંબરની ઓટો રીક્ષા વાળો પોતાની ઓટો રિક્ષા અવાર નવાર જાહેર રસ્તામાં એસ.ટી.ડેપોમાં મુકતા હોય જેથી મેં તેઓને ઓટો રિક્ષા સાઈડમાં રાખવાનુ કહેતા તમે મને ઓળખતા નથી. હું કોણ છું. મારું નામ અલ્તાફભાઈ સલીમભાઈ ખલ્યાણી છે. અને હું મોટા પાળીયાદ નો છું મારી પહોંચ બહુ મોટી છે. તમારે મને કાય પણ કહેવું નહીં. તું તારી નોકરી સાચવીને રાખ નહિતર સાંજે તારા ખાખી ના પટ્ટા અને ટોપી ઉતરાવી નાખીશ. તું હજી મને ઓળખતો નથી તેમ કહી ફરજમાં રૂકાવટ કર્યાની અલ્તાફભાઈ સલીમભાઈ ખલ્યાણી વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો