રાણાખીરસરા ગામે રૂ.11 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરાયંુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ | રાણાખીરસરા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રૂ.11 લાખના ખર્ચે કોમ્યુનીટી હોલનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. આગામી તા.23-02 થી તા.01-03 સુધી રાણાખીરસરાના જલારામધામ વૃદ્ધાશ્રમના ત્રણ વડીલોને શીંગાપોર તથા મલેશીયાના વિદેશ પ્રવાસે લઇ જવામાં આવશે. રીઝવાન આડતિયા ફાઉન્ડેશ ફોર સોસીયલ એન્ડ કલ્ચરલ ડેવલોપમેન્ટ તરફથી રીઝવાનભાઇ આ વૃદ્ધોને આ વિદેશ-યાત્રા કરાવશે. ઉદઘાટન સમયે એક લકકી-ડ્રો નું આયોજન કરીને આ વૃદ્ધાશ્રમના વડીલોમાંથી આ લકકી-ડ્રો માંથી 3 વિજેતા બનેલા વડીલોને પસંદ કરીને શીંગાપોર અને મલેશીયાની વિદેશ-યાત્રા પર લઇ જવાશે.
અન્ય સમાચારો પણ છે...