ધ્રોલમાં કબડ્ડી સ્પર્ધા બની કોમેડી સ્પર્ધા, વિજેતાના વિવાદમાં પોલીસ બોલાવવી પડી

Dhrol News - comedy competition became a kabaddi competition in a droll police had to call in the winner39s dispute 062509

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:25 AM IST
જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભનાં અણઘડ આયોજન અને મસમોટા ગોટાળા વચ્ચે ધ્રોલમાં બી એમ પટેલ સ્કુલમાં યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વિજેતા નક્કી કરવામાં વિવાદ થતાં વાતાવરણ તંગ બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચાર ટીમ પૈકી જે બે ટીમ વચ્ચે વિવાદ થયો તેમાં એકને ડીસકવોલીફાઇ કરી જયારે અન્ય બે પૈકી જે ટીમ વિવાદમાં સામેલ ન હતી. તેને પણ સમજાવી ને બેસાડી આખા વિવાદ ઉપર પડદો પડવાનો પ્રયાસ કરવામાં આવતા કબડ્ડી સ્પર્ધા કોમેડી સ્પર્ધા જેવી હાસ્યાસ્પદ બની ગઇ હતી.

જામનગર જિલ્લામાં ચાલતા ખેલ મહાકુંભમાં દિવસે ને દિવસે વધુ ગોટાળા અને અણઘડ વ્યવસ્થા બહાર આવી રહી છે. આ સ્થિતિમાં બુધવારે ધ્રોલની બી.એમ. પટેલ સ્કુલમાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. તેમાં ઓપન વિભાગમાં કુલ સાત ટીમો એ ભાગ લીધો હતો. તેમાં છેલ્લે હાડાટોડા, સણોસરા, ડેલ્ટા સ્કુલ અને બી એમ પટેલ સ્કુલ વચ્ચે સેમીફાઇનલ રમાડવાની હતી. ત્યારબાદ હાડાટોડા અને સણોસરાને સેમીફાઇનલમાં ન રમાડવામાં આવતા અને સીધી ડેલ્ટા સ્કુલ અને બી એમ પટેલ સ્કુલની ટીમ ને ફાઇનલમાં રમાડવાનું જાહેર કરાતાં વિવાદ સર્જાયો હતો. અત્રે નોંધનીય છેકે ગત વર્ષે બી એમ પટેલ સ્કુલની ટીમ કબડી સ્પર્ધા રમી શકી ન હતી ત્યારે આ વર્ષે તેમને કબડી સ્પર્ધામાં રમાડવામાં શા માટે આવી એ બાબતે પણ સ્પર્ધકોમાં પ્રશ્નો ઉઠયા હતાં. કન્વીનરની અણઆવડતનાં કારણે આ વિવાદ સર્જાતા સ્પર્ધકોમાં ભારે રોષ ફેલાતા વાતાવરણ તંગ બન્યુ હતુ અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ દોડી આવતા મામલો થોડો શાંત પડયો હતો.

જીલ્લા રમત ગમત કચેરીની અવ્યવસ્થાનાં કારણે થયેલા ઉભા થયેલા આ વિવાદમાં ગત વર્ષ કબડ્ડી રમી ન હોવાથી બી એમ પટેલ સ્કુલની ટીમને ડીસ્કવોલીફાઇ જાહેર કરાઇ હતી. જયારે અન્ય ત્રણ ટીમ પૈકી જે ટીમ સણોસરાની ટીમ કે જે વિવાદમાં સામેલ ન હોવા છતાં આ ટીમને ને યેનકેન પ્રકારે સમજાવી બેસાડી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરાયો હતો. કબડી સ્પર્ધામાં મસમોટો વિવાદ થતાં અને પોલીસ દોડી આવવા છતાં જીલ્લા રમત ગમત કચેરીનાં અધિકારીઓ ફરકયા ન હતાં અંતે યેનકેન પ્રકારે ગોટાળારુપી સમજાવટ કરી હાડાટોડા અને ડેલ્ટા સ્કુલ વચ્ચે ફાઇનલ રમાડી મામલો થાળે પડયો હતો. જેમાં હાડાટોડાની ટીમ વિજેતા જાહેર થઇ હતી.

X
Dhrol News - comedy competition became a kabaddi competition in a droll police had to call in the winner39s dispute 062509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી