તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં કોલેજીયનોને વિદેશમાં ભણવા જવાની માહિતી અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ કરવા માટે જવુ હોય છે. પરંતુ પુરતા માર્ગદર્શનનાં અભાવે તેઓ ત્યા જઈ શકતા નથી. ત્યારે ઊનાની કોલેજનાં છાત્રોને આ મુદ્દાને લઈ માર્ગદર્શન અપાયું હતું.

ઊના કોલેજમાં વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ, પાસપોર્ટ અવેરનેસ અને રોજગારી માટે સેમિનાર યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી એવા વિદેશમાં અભ્યાસ અને રોજગારી અને તે માટે મળતી બેન્ક લોનની સુવિધા વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનાર અલ્તાફ ડેરૈયા, ઓવરસીઝ ઓફીસર, રોજગાર કચેરી, રાજકોટ દ્વારા વિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો વિદેશમાં જવા માટે જરૂરી કાનુની કાર્યવાહી અભ્યાસ અંગેના વિઝા, વર્ક વિઝા અને ટુરીસ્ટ વિઝા વિશેની માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમનુ સંચાલન પ્રા.એચ.પી. ત્રિવેદી, એ.પી.મોરઝરીયા, કે જે વાળાએ કરેલ હતું. કોલેજના નલિનીબેન ભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...