તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેજિયન યુવાનોએ 150 બાળકોને ચપ્પલની ભેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | એલ. ઈ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો દ્વારા અભ્યાસ સાથે આતરિયાળ ગામડામાં રહેતા બાળકોને શિક્ષણ મળે તે હેતુથી મિત્ર વર્તુળની એક ટીમ બનાવી હતી અને પોકેટ મની, લોકોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ટીમ વિઝન ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે જઈને અભ્યાસ કરાવવામાં આવે છે. સમયાંતરે તેમના જુના-નવા સાદુંળકા, લક્ષ્મીનગર, હરિપર, કેરાળા સહિતના ગામનાં ગરીબ, જરૂરિયાત 150 બાળકોને પ્રગતિ કલાસીસ દ્વારા ડોનેશનથી જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. હાલ ગરીબ પરીવારનાં બાળકો તડકામાં ખુલ્લાં પગે ચાલતા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ દાતાઓના સહયોગથી ચપ્પલની ભેટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...