તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યભરમાં એકમાત્ર મહુવાના માર્કેટ યાર્ડમાં થાય છે નાળિયેરની હરરાજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર¿મહુવા બ્યુરો ¿12 જાન્યુઆરી

ગુજરાત રાજયનાં એકમાત્ર ભાવનગર જિલ્લાનાં મહુવા શહેર કે જે મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે. તેવા શહેરમાં નાળિયેરનું ઉત્પાદન મબલખ પ્રમાણમાં થાય છે.એટલું જ નહિં રાજયનાં એક માત્ર મહુવા યાર્ડ ખાતે જ નાળિયેરની હરરાજી થાય છે. અને રાજયભરમાંથી લોકો નાળિયેર વહે઼ચવા માટે મહુવા યાર્ડમાં આવે છે.

મીની કાશ્મીર તરીકે વિખ્યાત મહુવા શહેર અનેક રીતે પ્રખ્યાત છે. તે સાથે મહુવામાં ડુંગળીના અનેક ડીહાઇડ્રેશન પ્લાન્ટ કાર્યરત છે. તો લીલા નાળિયેર માટે પણ મહુવા પ્રખ્યાત છે. રાજયમાં ઉત્પાદીત નાળિયેરના જથ્થાનું 65 ટકા ઉત્પાદન એક માત્ર મહુવામા઼ અને બાકીનુ 35 ટકા ઉત્પાદજન રાજયના અમુક ગામોમા થાય છે.રાજયના એકમાત્ર મહુવા માર્કેટીંગ યાર્ડમાં નાળીયેરની હરરાજી થાય છે. અને મહુવા યાર્ડમાં વર્ષે 1.25 કોરડ નાળિ્યેરની આવક અને વેચાણ થાય છે. મહુવા દરિયા કીનારે આવેલુ હોય નાળિયેરના ઉત્પાદન માટે સાનુકુળ રહે છે. નાળિયેરના વધુ ઉત્પાદન માટે ભેજવાળુ વાતાવરણ જરુરી હોય જે મહુવા તાલુુકામાં મળી રહે છે. જેથી ભેજવાળા વાતાવરણના લીધે મહુવામાં નાળિયેરનુ ઉત્પાદન મબલખ છે.

મહુવા યાર્ડમાં થયેલ નાળિયેરની આવક
મહુવા યાર્ડમાં વર્ષ-2018 ના એપ્રીલ માસમાં 1114649,મે માસમાં 840716, જુનમાં 743665,જુલાઇમાં 562598,ઓગષ્ટમાં 1039556, સપ્ટેમ્બરમાં 726575,ઓકટોબરમાં 1028013,નવેમ્બર 1427478, ડીસેમ્બરમાં 935883 અને વર્ષ-2019 જાન્યુઆરીમાં 1160398, ફેબ્રુઆરી 780607,માર્ચમા 736236,એપ્રીલમાં 671513,મે માસમાં 721401,જુનમાં 593905,જુલાઇમાં 696459,ઓગષ્ટમાં 774020,સપ્ટેમ્બરમાં 551470,ઓકટોબરમાં 1067160 અને નવેમ્બરમાં 970610 નાળિયેરની આવક મહુવા યાર્ડમાં થઇ છે.

હલકી કવોલીટીના નાળિયેરના ભાવ નીચા
 રાજય ભરના ઉના,વેરાવળ,માંગરોળ સહીતના ગામોમાંથી હરરાજી માટે મહુવા યાર્ડમાં આવતા નાળિયેરની કવોલીટી સારી હોય તો ભાવ સારા મળે છે. જયારે અમુ હલકી કવોલીટીના નાળિયેરના ભાવ નીચા આવતા હોય છે.પાણીથી નુકસાન પામતા નાળિયેરના ભાવ નીચા આવે છે. ઘનશ્યામભાઈ આર. પટેલ, ચેરમેન મહુવા માર્કેટીંગ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો