લીલીયા SBIમાં પાસબુક એન્ટ્રી મશીન બંધ, ગ્રાહકો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયામાં એસબીઆઈમા પાસબુક એન્ટ્રી મશીન બંધ જોવા મળી રહ્યું છે. ત્યારે ખાતેદાર દ્વારા બેંકના કર્મચારીઓ પાસે એન્ટ્રી માટે જાય તો કર્મચારીઓ હોતા નથી. લાંબા સમયથી બેંકના ધાધીયાથી ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા પાસબુક મશીન અને કર્મચારીઓનો સમય નક્કી કરવા અહીના લોકોમાં માંગ ઉઠી છે.

લીલીયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા બેલેન્સ ચેક કરવા માટે પાસબુક તો આપવામાં આવે છે. આ બેંકમાં ખાતેદારો માટે પાસબુક એન્ટ્રી મશીન પણ મુકવામાં આવ્યું છે. પણ લાંબા સમયથી આ મશીન બંધ જોવા મળી રહ્યું છે. ત્યારે અહી આવતા ખેડૂતો અને વેપારીઓ મશીન બંધ હોવાથી કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરાવા જાય તો બેંકમાં પણ કર્મચારીઓ હોતા નથી. જેના પગલે પાસબુકમાં એન્ટ્રી કર્યા વગર જ ખાતેદારોને વીલા મોંએ પાછુ ફરવુ પડે છે.

એન્ટ્રી ન થતી હોવાની જાણ બેંકના અધિકારીઓને કરવામાં આવે તો પુરતો સ્ટાફ ન હોવાનું રટણ ગાવામા આવી રહ્યું છે. જેના પગલે અહી આવતા ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વહેલી તકે અધિકારીઓ દ્વારા એન્ટ્રી મશીન રીંપેરીંગ કરાવે અને બેંકમાં પુરતો સ્ટાફ આપે તેવી લોક માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, ખેડૂતો અને વેપારીઓ પોતાના કિંમત સમય અને આકરા તાપમાં બેંક ધક્કા ખાઇ થાકતા કહ્યું કર્મચારીઓનો સમય નકી કરો.

અન્ય સમાચારો પણ છે...