તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોળીયામાં નર્મદાની મુખ્ય લાઇન બંધ, લોકોમાં રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલા તાલુકાના વધુ વસ્તી ધરાવતા ડોળીયા ગામે છેલ્લા પાંચ માસથી અનિયમીત પાણી મળતું હોવાથી પશુપાલકો અને ગામની મહિલાઓ બે કીમી દુર પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

સાયલા તાલુકાના 4000થી વધુ વસ્તી ધરાવતા ડોળીયાના ગ્રામજનોને ઢેઢુકી જુથ યોજનામાંથી પીવાના પાણીની સુવિધા શરૂ કરાઈ છે. નર્મદાની વગડીયા લીંકમાંથી ઢેઢુકી ગામના સમ્પમાં ઠલવવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ માસથી મુખ્ય લાઇનનું નર્મદાનું પાણી ડોળીયા ગામને અનિયમીત મળે છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગને સરપંચ દિલીપભાઇ સણોથરા અને ગ્રામજનોએ મૌખીક રજુઆત કરી હતી. અનિયમત મળતું પાણી છેલ્લા કેટલાક દિવસથી બંધ થતા ગ્રામજનો અને પશુપાલકો પાણી વગર તોબા પોકારી ઉઠ્યા હતા. અને ગામની મહિલાઓ વાડી, ખેતરમાં બે કીમી દુર પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. આ બાબતે સરપંચ દિલીપભાઇ સણોથરાએ જણાવ્યુ કે, પાણી પુરવઠા વિભાગને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા હાલમાં પીવાના પાણીની સુવિધા માટે ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં પીવાના પાણીની મુશ્કેલી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો