ચોટીલા | મઘરીખડાની આગળ આવેલ જોલી એન્જોય સ્વિમિંગ પુલમાં ચુડાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | મઘરીખડાની આગળ આવેલ જોલી એન્જોય સ્વિમિંગ પુલમાં ચુડાના રહેવાસી 13 વર્ષના કુલદીપભાઈ દિલીપભાઈ ટમાલિયા અને તેના ભાઈ રવિભાઈ ટમાલિયા ફરવા માટે આવ્યા હતા. તે દરમિયન બપોરે 1.30 કલાકે સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે ગયા હતા. જ્યાં કુલદીપભાઈ લપસી જતા ઇજા થઇ હતી. આથી ચોટીલાની સરકારી રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં ફરજપરના તબીબ અધિકારીએ તેમને મૃત જાહેર કર્યા બાદ ચોટીલા પોલીસમાં તેમના ભાઇ રવીભાઇએ નોંધ નોંધવી હતી.

અન્ય સમાચારો પણ છે...