તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી-વાંકાનેરમાં ચાઇનીઝ દોરી, તુક્કલ પર તંત્રની ધોંસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી અને વાંકાનેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ હતું. વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ કબ્જે કરી પ્રજામાં જાગૃગતા લાવવા શહેરના માર્કેટ ચોક ખાતે હોળી કરી નાશ કરાયો હતો. મોરબીમાં પણ મામલતદારની ટીમ દ્વારા ચેકિંગ કરીને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનો નાશ કરાયો હતો.

ઉત્તરાયણ સંદભે ફોરેસ્ટર વિભાગે છાત્રો સાથે જનજાગૃતિ રેલી કાઢી બાદમાં બજારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. ફોરેસ્ટ વિભાગે વાંકાનેરની બજારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પાંચેક જેટલી ચાઈનીઝ દોરીઓ કબ્જે કરી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉત્તરાયણ તહેવાર પર ચાઈનીઝની કાતિલ દોરીથી પક્ષીઓના જીવનની ડોક કપાઈ જતી હોય લોકો આવી કાતિલ દોરીઓનો ઉપયોગ ન કરીને પક્ષીઓને બચાવે તેવા સંદેશ સાથે રેલી નિકળી હતી. ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા મુજબ કબ્જે કરાયેલ ચાઈનીઝ દોરીના વેપારીઓ પર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ કામગીરી વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર સી.વી.સાણજા સહિત વનવિભાગનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો