તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇનીઝ દોરી, તુક્કલનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણના તહેવારને લઇ બોટાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી અને તુક્કલ નું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું એક વેપારી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ.

બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બહાર પાડેલ જાહેરનામાનો અમલ કરવા જિલ્લા પોલીસ વડાની વડાની સુચના ના પગલે બોટાદ શહેરમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ નું વેચાણ અટકાવવા એસ.ઓ.જી અને પેરોલ ફર્લો સ્કોડ તથા બોટાદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ કરી દોરી તથા પતંગ વેચાણ કરતી દુકાનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે દરમિયાન એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્ટાફના એ. એસ.આઈ. મુકેશભાઈ રાજાભાઈ, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ કાળુભાઈ, કોસ્ટેબલ રાજુભાઇ તથા ભારદ્વાજ ભાઈ કાલીદાસભાઈનાઓ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બોટાદ શહેરમાં શિવાજીના પૂતળા પાસે ગોળ બજારમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના નાના-મોટા કુલ -8 રીલ 2,200 ના મળી આવતા આરોપી યુનુસભાઇ દાઉદભાઈ માકડ રહે. વ્હોરાવાડ, માંકડ ચોક, નગીના મસ્જીદ પાસે, બોટાદવાળાને અટક કરી આઈ.પી.સી.કલમ 188 મુજબ નો જાહેરનામા ભંગનો ગુનો બોટાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી ચાઇનીઝ દોરી જે માણસો તથા પશુ પક્ષીઓના જીવ ને સંભવિત નુકસાન, જાનહાનિ અટકાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો