તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોએ 4 માસમાં 42,300ની બચત કરી, બાકીના રૂ.31000 શિક્ષકોએ ખર્ચ કરી કચ્છનો પ્રવાસ કરાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલા તાલુકાના ગઢેચી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધો.1 થી 8માં 125 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે શાળાના 53 જેટલા બાળકો દરરોજ જે ઘેરથી પરિવારજનો વાપરવા માટે રૂ. 5 કે 10 આપતા તેમાંથી બચત કરીને શિક્ષકો પાસે જમા કરાવતા હતા. આથી તા. 8-1-2019થી લઇને 31-12-2019 સુધી એટલે કે ચાર માસમાં આ બાળકોએ રૂ. 42,300ની રકમ ભેગી કરી નાંખી હતી.ત્યારે તા.5-1-2020 થી 7-1-2020 સુધીમાં આ 125 બાળકોમાંથી 53 બાળકોએ કરેલી બચત પેટે રૂ.42,300 સાથે 53 બાળકોને કચ્છ પ્રવાસ માટે લઈ ગયા હતા.આ પ્રવાસનો ખર્ચ રૂ.73,300 થયો હતો. આથી ખૂટતી રકમ શાળા ચાર શિક્ષકોએ રૂ. 16000 તેમજ શાળાના આચાર્યએ રૂ. 15,000 કાઢીને પ્રવાસ માટે રૂ. 73,300ની રકમ પુરી કરી હતી. કચ્છના અંજાર, ભુજ, કોટેશ્વર, માતાનો મઢ તેમજ માંડવી જેવા પ્રવાસન સ્થળોની મુલાકત કરીને ઊંટ પર સવારીનો આનંદ બાળકોએ માણ્યો હતો.આ અંગે શાળાના આચાર્ય વિરમભાઈ ડાંગરે જણાવ્યું કે, અમે સૌ શિક્ષક પરિવારના સહિયારા સાથથી આ પ્રવાસ કર્યો હતો.અને બાળકોને બાહ્ય જ્ઞાન તેમજ શિક્ષણમાં નવું જાણવા માટે આ પ્રવાસ કર્યો હતો.તેમજ જમવા માટે તમામ સાધનસામગ્રી સાથે લઈ ગયા હતા.

કચ્છના પ્રવાસે ગયેલા ગઢેચી શાળાના બાળકોએ ઊંટ સવારીની મજા માણી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો