તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં આધારકાર્ડ માટે ઊનાળાનાં તડકામાં તપતા બાળકો, મહિલાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાની ગ્રામીણ બેંકમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો આધાર કાર્ડ નવા તેમજ સુધારા વધારા માટે વહેલી સવારના પાંચ વાગ્યામાંથી વારા માટે આવી પહોંચી જતા હોય પરંતુ આ બેંકમાં આધારકાર્ડ માટે આવતા લોકો માટે બેસવાની કોઇ સુવિધા રાખવામાં આવેલ ન હોય તેમ મહિલા બાળકો સહિત બહાર ગેલેરીમાં કચરાના ડબ્બા પાસે બેસવાનો વારો આવ્યો હતો. કાળઝાળ ગરમીમાં હાલાકી ભોગવવી પડી હતી. આધારકાર્ડની કામગીરી કરતા ઓપરેટરે અશ્વિનભાઇ ગુજરીયાએ જણાવેલ કે આધાર કાર્ડ માટે મોટી સંખ્યામાં લોકો અંદર આવી જતા હોય અને વારા માટે ઝઘડો કરતાં હોવાથી દરેકને બહાર લાઇનમાં ઉભા રાખવામાં આવે છે અને દિવસ દરમિયાન 25 લોકોનાં કાર્ડ નિકળે છે.

સવારના 6 વાગ્યાથી આવ્યો છું : અેભલસિંહ
નેસડાનાં એભલસિંહ ગોહીલએ કહ્યું કે બાળકોના આધાર કાર્ડ કઢાવવા સવારનાં 6 થી ઉભો છું. ત્યારે માંડ બપોરે વારો આવે છે. તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...