તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં બાળ પોલીસે ચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદમાં પાેલીસ અધિકારીઓ, કર્મચારીઓ, અલ્ટ્રા સ્કુલના બાળકાે તેમજ સદભાવના ટ્રસ્ટની હાજરી વચ્ચે ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરાઇ હતી. જેમાં પાેલીસે સ્કુલના બાળકાે દ્વારા ટ્રાફીક સંચાલન કરાવ્યું હતું તેમજ ટ્રાફીક નિયમાેથી વાહન ચાલકાે માહિતગાર થાય તે માટે પેપ્લેટનું વિતરણ કરાયું હતું. જયારે સદભાવના ટ્રસ્ટના સહયાેગથી નાે પાર્કીંગ જાેનના 3 બાેર્ડ લગાવવામાં આવ્યા હતાં. ટ્રાફીક સપ્તાહ ઉજવણીની શરૂઆતમાં ડીવાયએસપી જે.બી.ગઢવી, પીઆઇ હરેન્દ્રસિંહ ભટી, હાજાભાઇ, પ્રવિણભાઇ ભાલાળા, વિજયભાઇ દેવાણી, ભરતભાઇ વડારિયા તેમ અલ્ટ્રા સ્કુલના બાળકાે અને પ્રતિનીધીએ હાજરી આપી હતી. જયારે પાેલીસે બે બાળકાેને પાેલીસનાે ઉચ્ચ હાેદાે આપી પાેલીસ વાહનમાં બેસાડી તમામ ટ્રાફીક પાેઇન્ટ પર લઇ જઇ લાેકાેને ટ્રાફીક નિયમનથી માહિતગાર કરાવ્યા હતાં. ભારત સરકાર દ્વારા અકસ્માતથી થતાં મૃત્યુ દરને ઘટાડવા ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેમાં સ્કુલના બાળકાેને સહભાગી બનાવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવી ટ્રાફીક નિયમાેથી લાેકાેને અવગત કરાવવામાં આવે છે. જેમાં રસ્તાઓની ડિઝાઇનની જાણકારી, સિંગ્નલ જાણકારી, ડ્રાઇવીંગ લાયસન્સ હાેવું, સીટ બેલ્ટ બાંધવાે, માેબાઇલ ફાેન પર વાત ન કરવી, જેવી અનેક અકસ્માત સર્જતી સમસ્યાઓ નિવારવા સ્કુલાેમાં જુદી જુદી સ્પર્ધાઓ યાેજી બાળકાે માર્ગદર્શન આપવું અને અપાવવા પ્રેરિત કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, જો લોકો ટ્રાફિકનાં નિયમોનું સ્વયમ પાલન કરવા માંડે તો અકસ્માતોમાં ઘટાડો થઈ શકે છે.

આનંદ થયો : છાત્રા
અલ્ટ્રા સ્કુલમાં 9 માં ધાેરણમાં અભ્યાસ કરતી વૃતીબેન હિરાણીએ પાેલીસના ઉચ્ચ હાેદા પર બેસી ટ્રાફીક અડચણ કરતાં વાહનાે હટાવવા કે તેમને ટ્રાફીકના નિયમાેથી માહિતગાર કરાવવા અનેરાે આનંદ આવ્યાે પાેલીસનાે આભાર માન્યાે

લોકોનો સહકાર મળ્યો
અલ્ટ્રા સ્કુલમાં 9 માં ધાેરણમાં અભ્યાસ કરતા નિત્ય વણપરિયાએ પાેલીસના ઉચ્ચ હાેદા પર બેસી વાહનમાં બેસી લાેકાેને ટ્રાફીક નિયમાેની જાણકારી આપવા ખુબ મજા આવી અને લાેકાેનાે સહકાર પણ મળ્યાે પાેલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો