તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણની બરવાળા પ્રાથમિક શાળામાં બાળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણની બરવાળા પ્રાથમિક શાળામાં આગાખાન સંસ્થા-વિંછીયા દ્વારા બાળ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ-1થી8ના વિદ્યાર્થીઓને બાળ રમતો જેવીકે ટૂંકી દોડ, સંગીત ખુરશી, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને આગાખાન સંસ્થા દ્વારા પ્રોત્સાહન ભેટ રૂપી ઈનામ આપવામાં આવ્યા હતા. આ સિવાય શાળાના તમામ વિદ્યાર્થીઓને પેન્સિલ પણ આપવામાં આવી હતી. આ તકે બરવાળા પ્રા.શાળાને સ્વચ્છતા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...