તળાજા પંથકનાં ખોખરા થઈ ગયેલા ચેકડેમો મરામત માંગે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા નજીક નદીઓનાં ખોખરા થઇ ગયેલ ચેકડેમો ની મરામત કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માંગ ઊઠી છે.

ચોમાસા પહેલા પાણી પહેલા પાળ મજબૂત કરાય તો જળસંગ્રહ કરી શકાય.

અનિયમિત ચોમાસુ અને કંઠાળ ક્ષારીય ભૂમિને કારણે વર્ષોવર્ષ તળાજા પંથકમાં ઉનાળા પહેલાજ પાણી ની સ્થિતિ વિકટ બની જાય છે. જેને નિવારવા ગત વર્ષો માં તળાજા ની જુદીજુદી નદીઓમાં ચેક ડેમો નું નિર્માણ કરીને પાણી નાં તળ સક્રિય રાખવા માટે નાં આયોજન થયા બાદ - આ ચેક ડેમો ની જળ સંગ્રહ ક્ષમતા જળવાઇ રહે તે માટે તમામ ચેક ડેમોનું ઉનાળા દરમિયાન મેન્ટેનન્સ કરવાની જરૂરીયાત રહે છે. તળાજા નજીક શેત્રુંજી નદીપર બંધાયેલ ચાર વિશાળ ચેક ડેમો, ઉપરાંત તળાજી નદી પર શોભાવડ થી તળાજા સુધી નાં ચેક ડેમો, ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ની નાની મોટી નદીઓ, વોકળાઓ પર જુદીજુદી યોજનાઓ અંતર્ગત બનાવાયેલા ચેક ડેમો, આડબંધો ની નિયમિત જાળવણી કરવામાં આવતી ન હોવાની રાવ ઉઠે છે. યોગ્ય મરામતને અભાવે જ્યારે ચોમાસા નાં પાણી સંગ્રહ સમયે મોટાપાયે લીકેજ નું પ્રમાણ વધતું હોય છે. જેમાં થી વહીજતું પાણી વેસ્ટેજ જાય છે.

તળાજા નજીક તળાજા નગરપાલિકા દ્રારા શેત્રુંજી નદી પર ધનેશ્ર્વર મહાદેવ મંદિર પર વિશાળ ચેકડેમથી તળાજા તથા આજુબાજુની જમીનો નવપલ્લવીત થયેલ છે. પરંતુ વર્ષો પહેલા હાઇવે પરનો શેત્રુંજી નો પુલ ધારાશાયી થવા થી તેની નજીક નાં આ ચેક ડેમ નું જળ પ્રદુષીત થવા ઉપરાંત ચેક ડેમ નાં માળખાને થયેલ નૂકસાન થી વર્ષોવર્ષ તેની જળ સપાટી જળવાઇ રહેતી નથી. - આ ઉપરાંત રોયલ નજીક નાં શેત્રુંજી નાં ચેક ડેમ ની સાઇડ માં ધોવાણથી રીપંરીંગ નાં અભાવે પાણી વહીજવાનું પ્રમાણ વધેલ છે. ઉપરાંત ટીમાણા નજીક નાં કોઝવે પર મહત્તમ પાણી ન ભરાય તે માટે ગાબડુ પાડેલ છે - તળાજી નદીનાં ચેક ડેમો પણ ખોખરા થઇ ગયેલ છે. આ બધી નદી ઓ નાં પટ્ટમાં મોટાપાયે થતા રેતીનાં ખનન થી ચેકડેમનાં માળખાને માળખાને નૂકસાન થાય છે. આ નાના મોટા તમામ ચેક ડેમોનું યોગ્ય સમારકામ કરી. ચોમાસા પહેલા કાંપ દૂર કરી. માળખાને મજબુત કરી ચેક ડેમની જળ સંગ્રહ ક્ષમતા વધારી પાણી પહેલા પાળ મજબુત કરવામાં આવે તેવી લોક લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...