Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજુલા તાલુકાના ઉચૈયામાં રૂા.1.50 કરાેડના ખર્ચે ચેકડેમ કાેઝવે બનાવાયાે
રાજુલાના ઉચૈયા ગામે 1.50 કરાેડના ખર્ચે ચેકડેમ અને કાેઝવે બનાવાયાે છે. જેથી અાસપાસના ચારેક જેટલા ગામના લાેકાેને ફાયદાે થશે. અા કામગીરીથી લાેકાેઅે રાહત અનુભવી છે.ગામના સરપંચ પ્રતાપભાઈ તથા ઉપસરપંચ દિલુભાઈ ધાખડાઅે ઉચૈયા ગામની ત્રણ વર્ષમા કાયાપલટ કરી દીધી છે. ઉચૈયા ગામના ૮૦ ટકા લોકો ખેતી આધારિત નિર્ભર છે. ઉચૈયા ગામથી ધાતરવડી નદી પસાર થાય છે. આ ધાતરવડી નદીમાંથી ચાેમાસા દરમિયાન મીઠું પાણી દરિયામાં વહી જતું હતુ. જે પાણી રોકવાથી આજુબાજુના ૪ ગામના ખેડૂતોને ફાયદો થાય તેમ હોવાથી સરપંચ દ્વારા પીપાવાવ રૅલ્વૅ ભાવનગર રૂબરૂ લેખિત રજુઅાત કરતા પીપાવાવ રૅલ્વૅ કર્મચારીઓ ગામની ધાતરવડી નદીની મુલાકાત કરતા ઉચૈયા ગામના ખેડૂતો માટે ખુબ સારું થઇ શકે તેમ હાેય દિલ્લી કચેરી સુધી જાણ કરાઇ હતી. વી.આર.ટી.આઈ સંસ્થાને સાથે રાખી ધાતરવડી નદી પર ચૅકડૅમ-કોઝવે બનાવવા માટે પીપાવાવ રેલવે દ્વારા 1.50 કરાેડના ખર્ચે ચેકડેમ બનાવવાની મંજુરી અાપી દેવામા અાવતા હાલ કામગીરી પુર્ણ થઇ છે. આજુબાજુમાં ગામના ખેડૂતોની ૧૦૦૦ એકર જમીનમાં ફાયદો થશે.
અાસપાસના ચાર ગામાેને અને ખેડૂતોની 1000 એકર જમીનમાં ફાયદાે થશે