તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજાના શોભાવડ ગામની વાડીમાં ચંદન ચોર ત્રાટક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા નજીક શોભાવડ રોડપર તળાજી નદીનાં કાઠે આવેલ વાડીમાંથી ગત તા.10/4/19ની રાત્રી દરમિયાન ચંદન ચોરોએ કટીંગના સાધનો સાથે ત્રાટકીને 15 થી 17 વર્ષના ઉછેરોલા ચંદનના ત્રણ વૃક્ષોને કાપીને રૂ.3 લાખથી વધુ કિંમતનું કિંમતી સુખડનું લાકડુ લઇને નાસી છુટયા હતા.

નારણભાઇની વાડી તરીકે જાણીતી ખેતીની જમીનમાં સુખડના વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ છે. જેની તસ્કરોને ખબર પડતા ગત તા.10-એપ્રિલની રાત્રીના અંધકારમાં ચંદન ચોરોએ લાકડા કટીંગના સાધનો સાથે આવીને 15 વર્ષથી મોટા ઉછેરેલા ચંદનના વૃક્ષોના થડીયા કાપીને કિમતી સુખડનું લાકડું ઉઠાવી ગયાની ફરીયાદ વાડીના માલિક ભરતભાઇ નારણભાઇ મકવાણા (માળી)એ આજે તળાજા પોલીસ મથકમાં ફરીયાદ કરાતા તળાજા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ વાડીમાં અગાં 10-12 વર્ષ પહેલા પણ ચંદન ચોરોએ કસબ અજમાવી કિંમતી સુખડના વૃક્ષો કાપીને ચંદનનું લાકડું ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...