તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂડા બસ સ્ટેન્ડ પાસે છડેચોક યુવતીની છેડતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂડાના બસ સ્ટેન્ડ પાસે 26 ફેબ્રુઆરીને સવારે છડેચોક યુવતીની છેડતી થતા ચકચાર ફેલાઇ હતી.

ચૂડા સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ડાયાભાઈ પરમારના પુત્રી દિવ્યાબેન દરરોજની જેમ સવારે 8:30 વાગ્યે ખાનગી કંપનીમાં નોકરી કરવા જવા માટે બસસ્ટેન્ડ પાસે ઉભા હતા. ત્યારે દલિતવાસમાં રહેતો મોહન ઉર્ફે રાધે નામના શખ્સે દિવ્યાબેનના બન્ને હાથ ખેંચી છેડતી કરી હતી. દિવ્યાબેનના બન્ને હાથમાં નખના ઉઝરડા થઈ ગયા હતા. દિવ્યાબેને પ્રતિકાર કરતા રોમિયો ભાગી છૂટ્યો હતો. પરંતુ અવારનવાર થતી છેડતી, બીભત્સ ઈશારાઓ, નોકરી કરવા જાય ત્યાં પીછો કરવા સહિતની હરકતોથી કંટાળીને દિવ્યાબેને ચૂડા પોલીસ સ્ટેશનમાં મોહન ઉર્ફે રાધે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો