તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિરામિક ઉદ્યોગકારોએ અડધી રાત્રે રામધૂન બોલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના સિરામિક ઉદ્યોગમાં રવિવારે રાત્રે અપૂરતા પ્રેસરથી નેચરલ ગેસ મળવાને કારણે સિરામિક ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકશાન થતા ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ મુદ્દે કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીના વિરોધમાં રામધૂન બોલાવી હતી.

મોરબી શહેરમાં વધતા હવા અને પાણીના પ્રદુષણ મુદ્દે થયેલી ફરિયાદ બાદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સિરામિક ઉદ્યોગમાં ગેસિફાયરના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને પગલે સિરામિક ઉદ્યોગકારોએ નેચરલ ગેસ વપરાશ શરૂ કર્યો છે.

જો કે એક સમયે તમામ સિરામિક કંપનીને ગેસ પૂરતો પાડી શકે છે તેવો દાવો કરનારી કંપનીની ગણતરીના દિવસોમાં પોલ ખુલી ગઈ હતી અને રવિવારે રાત્રે પીપળી અને માંડલ રોડ વિસ્તારમાં આવેલ 25 જેટલા સિરામિક એકમમાં ગેસનું પ્રેસર ઘટી ગયું હતું, જેના કારણે ઉદ્યોગોને એક રાતમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો દાવો કરાયો હતો. ગેસ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ વહેલી તકે પૂરતા પ્રેસર સાથે ગેસ આપવાનું આશ્વાસન આપવા છતાં પણ સમસ્યા યથાવત રહેતા કેટલાક ઉદ્યોગકારો ગત રાત્રિના ગુજરાત ગેસ કચેરીએ પહોંચી ગયા હતા અને અખંડ રામધૂન બોલાવી હતી. ઉદ્યોગકારોએ વહેલી તકે ગેસ યોગ્ય પ્રેસરથી આપવા માંગ કરી હતી.

ગેસ મુદ્દે સિરામિક એસોસિએશનનાં હોદ્દેદારો સીએમને મળ્યા
મોરબીના સિરામિક એકમમાં પૂરતાં પ્રેશર સાથે ગેસ ન મળતા ઉદ્યોગકારોને થયેલા નુકશાન બાબતે સિરામિક એસોસિએશનનાં હોદેદારો ગાંધીનગર સીએમને મળવા પહોચ્યા હતા અને ગેસ કંપનીની મનમાંનીને કારણે ઉધોગકારોને નુકશાન થતા હોવાની સીએમ રૂપાણીને રજુઆત કરી હતી. સીએમ રૂપાણીએ ઉધોગકારોની રજૂઆતને ધ્યાને લઈને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ગેસના ધાધિયાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...