તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશના જવાનોએ પાકિસ્તારમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ સેન્ટ્રલ આઇબીએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશના જવાનોએ પાકિસ્તારમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ સેન્ટ્રલ આઇબીએ એલર્ટ જાહેર કરતા અમરેલી જીલ્લાના દરીયાકાંઠે અને ઔદ્યોગીક ઝોનમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલીંગ શરૂ કરાયુ છે. દરીયાઇ સીમા પર એજન્સીઓને એલર્ટ પર રખાઇ છે.

દેશની સુરક્ષાના મામલે આજે સવારથી જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઇ હતી. સવારથી જ રાજુલા-જાફરાબાદ વિસ્તારની દરીયાઇ સીમા પર પોલીસે સિક્યોરીટી સઘન બનાવી હતી. અમરેલી એસઓજી, આઇબી, પીપાવાવ મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ વિગેરે દ્વારા આ વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મરીન પોલીસ દ્વારા આ વિસ્તારના દરીયામાં સતત પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યુ છે.

સાથે સાથે અહિંના લેન્ડીંગ પોઇન્ટ ખેરા, ચાંચબંદર, વિક્ટર, કોવાયા, ધારાબંદર વિગેરે સ્થળે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. સુરક્ષા એજન્સીઓ અહિં કોઇ કચાસ રાખવા માંગતી નથી. દરીયામાં પસાર થતી દરેક બોટ પર પણ ચેકીંગ કરાઇ રહ્યુ છે. સાથે સાથે લોકોને પણ દરીયાકાંઠે કે આસપાસના વિસ્તારમાં કોઇ શંકાસ્પદ હીલચાલ જણાય તો પોલીસનો સંપર્ક કરવા સુચના અપાઇ છે. માછીમારોને પણ આવી જ સુચના આપવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા પણ અહિં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. જીલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતી પર નજર રાખી રહ્યા છે. જાફરાબાદ બોટ એસો.ના પ્રમુખ માલાભાઇએ જણાવ્યુ હતું કે કોઇ શંકાસ્પદ બોટ જણાશે તો માછીમારો પોલીસને જાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો