તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના નાના રણમાં ઘૂડખરની ડ્રોનથી વસ્તી ગણતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કચ્છના રણમાં જોવા મળતા અતી દુર્લભ શેડ્યુલવન પ્રાણી ઘુડખરની વસ્તી ગણતરી 13 અને 14ના રોજ બે દિવસ ચાલશે. ફોરેસ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને નિષ્ણાતો સહીત 1200 લોકો બે દિવસ ગણતરીમાં જોડાશે. વન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર ડ્રોનથી ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. ત્યારે બીજી તરફ ઘુડખરની કુલ વસ્તીના 40 ટકા જેટલા ઘૂડખરો અભયારણ્યની હદ બહાર ખેતરોમાં ફરી રહ્યાં છે

સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ કચ્છના નાના અને મોટા રણમાં તા. 13 અને 14 માર્ચના રોજ નવમી ઘુડખર ગણતરી હાથ ધરાઈ છે. જેને લઈને વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છનાં નાના રણ તથા આસપાસના કુલ 4953 ચોરસ કિ.મી વિસ્તારને 1973 તથા 1978ના જાહેરનામાંથી ઘુડખર અભયારણ્ય જાહેર કરેલ છે. ભારતીય ઘુડખર (indian wild ass)ની પ્રજાતિના વન્યપ્રાણીઓ એશિયાઇ સિંહની માફક વિશ્વમાં ફક્ત કચ્છના નાના તથા મોટા રણમાં જોવા મળે છે. સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લી ગણતરી 2014માં કરવામાં આવેલ જેમાં ઘુડખરોની સંખ્યા 4500 થી વધુ નોંધાયેલ હતી. આ વર્ષે ગણતરી માટે 3 રીજનલ ઓફિસર, 18 ઝોનલ ઓફિસર, 77 સબ ઝોનલ ઓફિસર તેમજ 362 ગણતરીકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો આગેવાનો અને અભયારણ્યના સ્ટાફ સહિત 1200થી વધુ વ્યક્તિઓ જોડાયા છે. આ ગણતરી કચ્છના નાના રણમાં તેની આસપાસના વિસ્તારોમાં તથા કચ્છના મોટા રણમાં જ્યાં ઘુડખરનો વસવાટ છે આ ગણતરીમાં કોઇ વિક્ષેપ ના પડે તે માટે તા. 13-14 માર્ચના રોજ પ્રવાસીઓ અને તમામ પ્રકારના વાહનો માટે એક જાહેરનામા દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવેલ છે્. એક તરફ અભયારણ્યમાં ઘૂડખરની ગણતરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ અંદાજે 1500 જેટલા ઘૂડખરો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરોમાં ફરી રહ્યાં છે. આ ગણતરીમાં ઘુડખર ઉપરાંત કચ્છના નાના રણમાં જોવા મળતા અનેક અલભ્ય પ્રકારના વન્યપ્રાણીઓ જેવા કે કાળિયાર, ચિંકારા, વરૂ, રણલોકડી, રણબિલાડી વગેરેની વસ્તીનો પણ અંદાજો મેળવવામાં આવશે. ગણતરી દરમિયાન ઘુડખરના કુદરતી નિવાસસ્થાનમાં ઘુડખર તથા અન્ય તૃણાહારી વન્યપ્રાણીઓ ખોરાકની ઉપલબ્ધી તેમજ વન્યપ્રાણી અને તેના કુદરતી નિવાસ સ્થાનનાં પ્રબંધનને લગત વિવિધ પડકારોની પણ મોજણી કરવામાં આવનાર છે.

ઘુડખરની સંખ્યામાં વધારો થવાની શક્યતા

આ વખતે ગણતરી ઘુડખરની ગણતરીમાં ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે તેમજ ફરી વખત ગણતરી ન થાય તે માટે સફેદ ઝંડી લગાવામાં આવે છે જેને લીધે એક વાર ગણતરી થઈ એની ફરીવાર ગણતરી ન થાય દર વર્ષ કરતા આ વખતે ગણતરીમા ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ વર્ષે ઘુડખરની સંખ્યામાં વધારો થવાની શકયતા છે > એસ.એસ.અસોડા, નાયબ વનસરક્ષક

ગ્રામ્ય વિસ્તાર પણ આવરી લેવાયો છે

આ વર્ષે યોજાઇ રહેલી ઘૂડખરની વસ્તી ગણતરીમાં રણના 4954 ચો.કિ.મી. રક્ષિત અભયારણ્ય વિસ્તાર સહિત રણકાંઠે આવેલા ગામડાઓ અને નળકાંઠા વિસ્તારને પણ આવરી લેવાયો છે. જેથી કરીને ઘૂડખરની વસ્તીનો સાચો આંકડો કાઢી શકાય. > ભરતભાઇ છાશીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, બજાણા

{ કચ્છના રણમાં ઘુડખરની ગણતરી કરવા માટે ફોરેસ્ટ ટીમ પહોંચી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો