તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં વિવિધ કાર્યક્રમો સાથે માતૃભાષા દિવસની કરાઈ ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 24 ફેબ્રુઆરી

મહુવાની શાળામાં ગૌરવ સાથે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં સુલેખન, વાર્તાવાચન, ગ્રીટિંગ કાર્ડ ક્રિએશન, પ્રદર્શન, પ્રેરક સ્પીચ, સંકલ્પ પ્રેઝન્ટેશન, વાર્તાલેખનનું આયોજન કરવામાં આવેલ. મહુવા ન.પ્રા.શિક્ષણ સમિતિ સંચાલિત ત્રિવેણીબેન વૃજલાલ પારેખ પ્રા.શાળા નં.6માં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવેલ. ધો.6Aના વિદ્યાર્થીઓ માટે સુલેખન, ધો.6Bના વિદ્યાર્થીઓ માટે વાર્તાવાચન, ધો.7Aના વિદ્યાર્થીઓ માટે ગ્રીટિંગ કાર્ડ ક્રિએશન, ધો.7Bના વિદ્યાર્થીઓ માટે ભાષા પ્રદર્શન, ધો.8Aના વિદ્યાર્થીઓ માટે મહાન નારીઓ પર પ્રેરક વક્તવ્ય, ધો.8Bના વિદ્યાર્થીઓ માટે સંકલ્પ પ્રેઝન્ટેશન, ધો.8Cના વિદ્યાર્થીઓ માટે મુદ્દા પરથી વાર્તા લેખન વગેરે અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન શાળાના મદદનિશ શિક્ષિકા વેણુબેન જે.રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવેલ. સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાષા સજ્જતા અંતર્ગત તૈયાર થયેલ પ્રોજેક્ટ વર્ક, સંગ્રહપોથી, પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ. મહુવાના પ્રતિષ્ઠિત કવિ અને અનેક પારિતોષિકથી સન્માનિત કરસનદાસ લુહારે ખાસ ઉપસ્થિત રહી માતૃભાષાના ગૌરવ અંગે પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો