Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાબરા તાલુકાના પાનસડામાં 7.50 લાખના ખર્ચે સીસીરાેડનું ખાતમુહૂર્ત
બાબરા તાલુકાના પાનસડામાં સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી અને તાલુકાના આયોજનમાંથી રૂપિયા 7.50 લાખ મંજુર કરી ગામમાં સીસી રોડનું ખાતમુર્હુત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાબરા તાલુકાના પાનસડા ગામમાં વોર્ડ નંબર-7 માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સીસી રોડ બનાવવા માટે રૂપિયા બે લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેનું આજે ખાતમુર્હુત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ગામના અન્ય એક વોર્ડ નંબર ત્રણમાં એટીવીટી અને તાલુકા આયોજનમાંથી 5.50 લાખના ખર્ચે સતાણી પરિવાર કુળદેવીના મંદિર તરફ જતા સીસી રોડ બનાવવામાં માટે ફાળવણી કરવામાં આવી હતી. તે કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જિ. પં.ના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા કરાયુ હતું.
ધારાસભ્ય, જિ.પં.ના સભ્યો, ગ્રામજનાે અને અાગેવાનાેની ઉપસ્થિતિ