તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા | મહોબતપરા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા | મહોબતપરા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાર્થનાસભામાં ભજન, ધૂન, ગુજરાતી ભાષામાં ગીતો વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે કાવ્યગાન, દુહા, વાર્તાલેખન વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સાહિત્ય કવિઓનો પરિચય, સાહિત્યકારોનો પરિચય, જુદા-જુદા ગુજરાતી ભજનિકોનો વિદ્યાર્થીઓએ પરિચય પણ આપ્યો હતો. ગુજરાતી ભાષામાં સુંદર અક્ષરો માટેની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માતૃભાષા વિષે વધુ જાગૃત થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ઓડેદરા એચ.કે. ના માર્ગદર્શન નીચે આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. તસ્વીર - નાગેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો