તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેવન્યુ વિસ્તારમાંથી માનવભક્ષી દીપડાઓને પકડી પાર્કમાં કેદ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી દીપડાનાં આતંકથી ખેડુતો ત્રાહીમામ બન્યાં છે. અને રાત્રીનાં સમયે વાડીએ જતાં પણ ભય અનુભવી રહ્યાં છે. જેથી દીપડાઓને પકડી પાર્ક બનાવી તેમાં કેદ કરવામાં આવે તેવી માંગ .સાથે વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ કેન્દ્રીય વનમંત્રી સહિતને આવેદન આપ્યું છે. અને દીપડાએ 17 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. 67 લોકો ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું હતું. તેમજ સિંહના બચ્ચાને દિપડા દ્વારા ફાડી ખાવાથી સિંહ ની વસ્તીમા ઘટાડો થઇ રહ્યો છે આવા અનેક મુદ્દાને લઇ વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઇ વાજા, રમેશભાઇ વાજા, જયદીપભાઇ શીલુ, કાર્તિકભાઇ ઠાકર, તેજસભાઇ વઘાસીયા સહિતનાં આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને મળી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...