તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીએએ કાયદો એ ભારત સરકારની નિષ્ફળતાનું સર્ટિફિકેટ છે: ડો.તોગડીયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીલીયામા આંતરરાષ્ટ્રી હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક બેઠક ડો. પ્રવિણભાઇ તોગડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ ઉપરાંત વડીયામા સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજીત શાકોત્સવમા તેમણે ખાસ હાજરી આપી અહી તેમણે જણાવ્યું હતુ કે નાગરિકતા સુધાર કાયદો એ ભારત સરકારની નિષ્ફળતાનુ સર્ટિફિકેટ છે.

વડીયામા દિવ્યધામ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવનુ આયોજન કરાયુ હતુ. અહી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ખાસ હાજરી આપી હતી. અહી તેમણે એક નિવેદનમા સરકાર પર આકરા પ્રહાર કરી જણાવ્યું હેતુ કે નાગરિકતા સુધાર કાયદો એ ભારત સરકારની નિષ્ફળતાનુ સર્ટિફિકેટ છે. તેમણે વધુમા જણાવ્યું હતુ કે કાયદો બનાવ્યો એ સારૂ છે, પાક.મા રહેતા હિન્દુઓની સુરક્ષાની ચિંતા છે. પોરબંદર અને જખૌના માછીમારોને પાકિસ્તાની પકડી ગયા છે એ માછીમારોની ચિંતા કરવી કે નહી ?. અહી તેમણે ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી. આ તકે આનંદસ્વામી, રામકૃષ્ણ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, કોઠારી સ્વામી વિગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ ઉપરાંત લીલીયામા મળેલી બેઠકમા સંગઠિત થવા હાકલ કરાઇ હતી. અહી ડો.જી.જે.ગજેરા, તુલસીભાઇ શેખલીયા, નિર્મળભાઇ ખુમાણ, નિતીનભાઇ વાડદોરીયા, મનસુખભાઇ રૈયાણી, લાલજીભાઇ જોગાણી, ડો.કુંભાણી, રમેશભાઇ, ભરતભાઇ વિગેરે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો