વેરાવળમાં દલિત સંગઠન દ્વારા ના. કલેકટરને આવેદન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન અને મહેસાણા પંથકમાં અનુસૂચિત જાતિનાં લોકો પર થયેલા અત્યાચારનાં પગલે ઠેર-ઠેર રોષની લાગણી પ્રવર્તી છે.

ગીર-સોમનાથ જિલ્લામાં સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને નાયબ કલેકટર મારફત એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં થોડા સમય પહેલા રાજસ્થાનમાં બનેલી દલિત દંપતિ સાથેની ઘટના ઉપરાંત ગુજરાતનાં બાવડા વિસ્તારમાં બનેલી ઘટના અને આ સહિત મહેસાણા જિલ્લાનાં ગામમાં દલિત પરિવાર સાથે થયેલા વર્તનને પગલે

સરકાર દ્વારા યોગ્ય પગલા ભરી આવું ઓરમાયંુ વર્તન કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાય એવી માંગણી સાથે સમાજનાં મોટી સંખ્યામાં લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. - તસ્વીર : રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...