તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલના વોરાકોટડા રોડ પર દબાણો પર બુલડોઝર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ યોજના ક્વાટર પાસે વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર દબાણોનો ખડકલો થવા પામ્યો હોય પ્રાંત, મામલતદાર, નગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ તંત્રના સંયુક્ત ઓપરેશન હાથ ધરી 38 જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા હતા. રાજવી નગરી ગોંડલ શહેરમાં વ્યાપક દબાણોને લઈ પહોળા રોડ-રસ્તાઓ સાંકડી ગલી બન્યા હોય તંત્રની વિવિધ શાખાઓ દ્વારા સંયુક્ત મા વોરાકોટડા રોડ પરથી દબાણ દૂર કરવાના શ્રીગણેશ કરાયા હતા જેમાં મરઘા ઉછેર કેન્દ્ર, દુકાનો મળી કુલ ૩૮ જેટલા દબાણો દૂર કરાયા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા બહોળા કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, આ તકે પ્રાંત અધિકારી રાજેશ આલ, સીટી મામલતદાર જાડેજા, ચીફ ઓફિસર એચ કે પટેલ, એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે મનીષભાઈ જોષી હાજર રહ્યા હતા ઉપરોક્ત દબાણકારો દ્વારા વીજ લાઈન માંથી ડાયરેક્ટ જોડાણો લેવાયા હોય વિજય શાખા દ્વારા વીજ જોડાણ કટ કરાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ કે પટેલ દ્વારા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ડિમોલિશનની માહિતી આપવામાં મોઢામાં મગ ભરી લેતા અધિકારી વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ ઉપરાંત હજુ ઘણા દબાણકારોને નોટિસ પણ ન
મળી હોય તે અંગે પણ ચર્ચા થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો