તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં બહેનના ઘરેથી ચોરી કરી નાસી ગયેલો ભાઇ મોરબીથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં બહેનના ઘરેથી ચોરી કરી નાસી ગયેલો ભાઇ મોરબીના ધુળકોટ ગામેથી મોરબી પોલીસે ઝડપી લઇ કેશોદ પોલીસના હવાલે કર્યો હતો. જુનાગઢ જિલ્લાના કેશોદમાં તાં.25ના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવી બહેન બનાવનાર ભાઇએ વિશ્વાસમાં લઇ કેશોદ બહેનના ઘરે રોકાવા ગયો હતો. જે તે સમયે ઘરના સભ્યો કોઈ ઘરે હાજર ન હોવાથી તે દરમિયાન ઘરમાંથી ડ્રેસિંગનું ખાનું તોડી તેમાં રાખેલા સોનાના દાગીના કીંમત રૂ.3,42,240 તથા રોકડ રૂ,1,10,000 તથા કાર કીમત રૂ.3,00,000 મળી કુલ મુદામાલ કીમત રૂ.૭,૫૨,૨૪૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગે કેશોદ પોલીસમથકના ફરિયાદ નોંધાઇ હતી.

જે અંગે વધુ તપાસ કરતા આરોપી મોરબી જીલ્લામાં હોવાની બાતમીના આધારે મોરબી જીલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપીનાં માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલ અને સ્ટાફને બાતમી મળતા આરોપી મયુરભાઈ ઉર્ફે વિવેકભાઈ મુલાનીને ચોરીના મુદામાલ સોનાના દાગીના, રોકડ અને કાર સહિતનો કુલ મુદામાલ કીમત રૂ.7,24,725 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...