બન્ને બાળકીઓને અભ્યાસમાં રસ ન હોવાથી તેની માતાએ ઠપકો આપતા ચોટીલા ચાલી ગઈ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બન્ને બાળકીઓને અભ્યાસમાં રસ ન હોવાથી તેની માતાએ ઠપકો આપતા ચોટીલા ચાલી ગઈ હતી
બાળકીની માતાએ છેલ્લા દોઢ મહિના પહેલા ચોટીલામાં મજુરીકામ રાખ્યું હતું અને તેના મામા પણ ચોટીલા રહેતા હતા. જેથી આ બાળકીઓ અવારનવાર ચોટીલા મંદિરે જતી હતી. પરંતુ બન્ને બાળકીઓને સ્કૂલે જવાનું ગમતું ન હતું જેથી તેની માતાએ તેને ઠપકો આપતા બન્ને બાળકીઓ સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં બન્ને બાળકીઓ સ્કૂલે જવાના બહાને ગતા તા.29ના રોજ હડમતીયા(ખાંડા) ગામેથી રીક્ષામાં બેસી જસદણ જુના બસસ્ટેન્ડ આવી હતી અને ત્યાંથી ચોટીલાવાળી બસમાં બેસી ચોટીલા પહોંચી ગઈ હતી. ત્યાં મંદિરના દરવાજા પાસે એક માજી ફૂલ વહેંચતા હતા ત્યાં બન્ને બાળકીઓ છેલ્લા બે-ત્રણ દિવસથી રહેતી હતી અને માનવતાના ધોરણે એ માજીએ બન્ને બાળકીઓને રાખી હતી. પોલીસ તપાસ દરમિયાન ગઈકાલે બુધવારે બન્ને બાળકીઓ ચોટીલાથી મળી આવી હતી અને તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. વી.આર.વાણીયા, પીએસઆઈ,જસદણ.

અન્ય સમાચારો પણ છે...