તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં સ્વચ્છતા અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર નેહરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા સ્વચ્છતા અભિયાન અને શ્રમદાન કાર્યક્રમ બોટાદ શહેરમાં યોજાયો હતો. સ્વચ્છતા અભિયાનનો આરંભ પંડિત દીનદયાળ ચોકથી કરવામાં આવ્યો હતો. મુખ્ય મેહમાન તરીકે યોગેશભાઈ મેહતા બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અને હરેશભાઈ ધાધલ બોટાદ જિલ્લા જી.આર.ડી અધિકારી, બળવંતસિંહ રાણા-સંધ સ્વયં સેવક, ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં 12 ભાઈઓ અને 6 બેહનો સ્વેચ્છાએ જોડાયા હતા. સર્વ પ્રથમ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની મૂર્તિની સફાઈ કરવામાં આવી હતી. આજુ-બાજુનો કચરો સાફ કરી પંડિતજીની મૂર્તિને પાણીથી ધોવામાં આવી ત્યાર બાદ મેહમાનો દ્વારા ફુલહાર પેહરાવામાં આવ્યો હતો. એન.વાઈ.વી અર્જુનભાઈ દ્વારા સ્વચ્છતાના સમૂહમાં શપથ લેવડાવામાં આવ્યા હતા. યોગેશ મેહતાના હસ્તે સ્વચ્છત ભારત એક ભારતના પોસ્ટર લાગવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક રેલી ટાવર ચોક થી હવેલી ચોક સુધી સ્વચ્છતા ના નારા સાથે યોજાઇ હતી.કવિ બોટાદકરની મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે ત્યાંનો આજુ બાજુનો કચરો સાફ કરી આખું સર્કલ સાફ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોની મૂર્તિઓની સફાઇ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો