તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં શહીદ વીર ભગતસિંહની 112મી જન્મ જયંતીની કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઠી ક્ષત્રિય સેના તથા સૂર્ય સેના શિવસેના અને ગૌરક્ષકો દ્વારા વીર શહીદ ભગતસિંહની 112મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલિયા સહિત શિવસૈનિકો સૂર્યસેના તથા ગૌરક્ષક સમિતિના આગેવાનોની ઉપસ્થિતિમાં વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને ધૂપ દીપ અને હાર પહેરાવી ભગતસિંહ અમર રહો ,શહીદ વીર સુખદેવસિંહ અમર રહો ,શહીદ વીર રાજ્યગુરુ અમર રહોના જય ઘોષ સાથે વિરાંજલી આપવામાં આવી હતી. અને વિહળ વંદના સાથે સૂર્ય સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ ગાયોને ઘાસ ,કબૂતરોને ચણ નાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...