તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવાનીગઢ, ગોદાવરીનાં બુટલેગરોને હદપાર કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં ભવાનીગઢ તેમજ ગોદાવરીનાં બે શખ્સોને અગાઉ દેશીદારૂનાં કેસમાં ફરિયાદ થયેલ જે અનુસંધાને નાયબ કલેક્ટરને હદપાર કરવાની દરખાસ્ત મોકલાવાઇ હતી. જે મંજુર થતા મૂળી પોલીસે બન્ને શખ્સોને ઝડપી સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ સહિતનાં જિલ્લામાંથી હદપાર કરી મોરબી મોકલી કાર્યવાહી કરાઇ છે.

મૂળી તાલુકામાં ગ્રામ્યવિસ્તારમાં અગાઉ દેશીદારૂનાં વેચાણમાં અનેક વખત પકડાઇ ચુકેલ બે શખ્સો જેમાં ભવાનીગઢનાં જગાભાઇ અમરશીભાઇ દેકાવાડીયા અને ઝીણાભાઇ રણછોડભાઇ પાદેવાડીયા ને હદપાર કરવા ચોટીલા પ્રાંતઅધિકારીને દરખાસ્ત કરાઇ હતી. આથી એસ.ડી.એમ દ્વારા દરખાસ્ત મંજુર કરાતા પી.એસ.આઇ ડી.જે.ઝાલા, રોહિતભાઇ રાઠોડ, રાજપાલસિંહ પરમાર, મહાવિરસિંહ પરમાર, જયેન્દ્રસિંહ રાણા સહિતનાંએ કાર્યવાહી હાથ ધરી હતી. આ બંન્ને આરોપીને ઝડપી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અમદાવાદ રાજકોટ સહિતનાં જીલ્લામાં હદપાર કરાયા છે.

મોરબી મોકલી કાર્યવાહી હાથ ધરાઇ

નાયબ કલેક્ટરને દરખાસ્ત કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...