તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ જિલ્લા દૂધ સંઘ દ્વારા 3જી વાર ભાવ વધારો અપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા(સ્વામીના) | બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ મધુસૂદન ડેરી દ્વારા એક માસમાં સતત ત્રીજી વાર ભાવ વધારો જાહેર કરવામાં આવેલ છે. ખાસ કરીને હાલના સમયમાં પશુઓમાં દૂધ ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ધ્યાને લઇ દૂધ ખરીદ ભાવ વધારા બાબતે આર્થિક રીતે ઉપયોગી થઇ શકે તે માટે 1 માસમાં ત્રીજી વાર ભાવ વધારો નક્કી કરવામાં આવેલ છે. આ નિર્ણયથી બોટાદ જિલ્લાના દૂધ ઉત્પાદકોની દૈનિક આવકમાં મોટો વધારો થવા પામશે તેવી આશા સંઘના ચેરમેન ભોળાભાઇ રબારી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ભાવ વધારાથી પશુ પાલકોમાં આનંદની લાગણી ફેલાવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...