તોતિંગ ટ્રાફિક દંડ સામે લખતર બંધને સમર્થન આપવા બોર્ડ મુકાયું

Lakhtar News - board set to support writing off against traffic congestion 065127

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:51 AM IST

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનાં ભંગ કરનાર સામે ભારે દંડની કાર્યવાહી કરવાના નિયમો ઘડાયા છે. તેના વિરોધમાં લખતર બંધનાં એલાનને સમર્થન આપવા શહેરમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. બીજી તરફ જિલ્લામાં આ નવા નિયમો મુજબ આજથી ટ્રાફિક તંત્ર દંડ કરતુ જોવા મળશે.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકનાં નિયમોને લઈને બેરહમાઇ વર્તવામાં આવી હોય તેવું ઘાટ સર્જાયો છે. ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડવા માટે તોતિંગ દંડની જાહેરાત કરવામાં આવી છે. આવા તોતિંગ ટ્રાફિકદંડનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.પરિણામે તા.16-9-2019ને સોમવારના રોજ લખતર સંઘર્ષ સમિતિ દ્વારા લખતર બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે લખતર બંધનાં એલાનમાં નાગરિકો તેમજ વેપારીઓએ સહકાર આપવા માટેનું બોર્ડ લખતરનાં ગાંધીચોકમાં લખતર સંઘર્ષ સમિતિ દ્વારા મુકવામાં આવ્યું હતુ. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક તંત્ર દ્વારા આ નવા ટ્રાફિક નિયમોનાં નક્કી થયેલી દંડ મુજબ કાર્યવાહી કરશે તેવુ જાણવા મળ્યુ હતું.

X
Lakhtar News - board set to support writing off against traffic congestion 065127

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી