રામનવમી પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં રામનવમીના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામાણી તથા મોરઝરીયા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પ યોજાનાર છે. રામધૂન મંદિર પાસે આવેલ નરસી મેઘજી હોસ્ટેલ ખાતે આગામી તા. 14 એપ્રિલે સવારે 10 કલાકેથી રાત્રે 10 વાગ્યા સુધી કેમ્પ યોજાનાર છે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ લોહીની બોટલ થેલેસેમીયાપીડીત બાળકોના લાભાર્થે તથા સરકારી હોસ્પિટલમાં દાખલ થતા જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે અપાશે.

મહિલા માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા યોજાશે
પોરબંદર |પોરબંદર શહેરમાં આવેલ સાન્દીપનિ વિદ્યાનિકેતન ખાતે મહિલાઓ માટે રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. માસ્ટર એથ્લેટીક્સ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં પ્રથમ વખત મહિલાઓ માટે સ્પર્ધા યોજાનાર છે. આગામી તા. 14 એપ્રિલે સવારે 9 કલાકે આયોજન થયું છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાયા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું પણ આયોજન થશે. આ સ્પર્ધામાં 35 થી 100 વર્ષ સુધીના મહિલા ખેલાડીઓ દોડ, કૂદ વગેરે ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...