તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળુભાર ડેમ ઓવરફ્લો થતાં હાઇએલર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામીના) શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ માહોલના જામેલા વરસાદથી સમગ્ર શ્રીકાર વરસાદથી અછતની પરિસ્થિતિ દૂર થવા પામેલ છે. આ સિઝનમાં શરૂઆતથી ઓછા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા દિવસોમાં સર્વત્ર ભરચક વરસાદના કારણે બોર તથા કૂવા સહિતના પાણીના તળ ઉંચા આવી જવા પામેલ છે. આ પંથકમાં મુખ્યત્વે કપાસનું વાવેતર મબલખ પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યાંરે હાલના સમયમાં અતિવૃષ્ટી જેવા વાતાવરણના કારણે લીલા દુષ્કાળનો ભય ફેલાવા પામેલ છે. ગત બે દિવસ દરમિયાન સમગ્ર પંથકમાં થયેલા સારા વરસાદના કારણે નાના મોટા ડેમ ઓવર ફલો થઇ જવા પામેલ છે. ખાસ કરીને ગઢડા ઉપરવાસ આવેલા ગામડાઓમાં ભારે વરસાદના કારણે માંડવધાર ડેમ ઓવરફલો થતા ગ્રામજનો દ્વારા છેલ્લા ચાર વર્ષ બાદ આ ડેમ ભરાતા માંડવધાર મુકામે પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર ભાલ અને લાઠી લીલીયા વિસ્તાર માટે મહત્વપૂર્ણ સિંચાઇ યોજના માટેનો કાળુભાર ડેમ પૂર્ણ સપાટીએ ભરાઇ જતા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ગઢડા તાલુકાના રાજપીપળા ગામ પાસે આવેલા આ કાળુભાર ડેમમાં સો ટકા પાણી ભરાઇ જવાથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તેમજ પાણીની સપાટી લેવલ જાળવવા માટે પાણી છોડવા ફરજ પડતા કાંઠા વિસ્તારના અસર ગ્રસ્ત બની શકે તેવા ગઢડા તાલુકાના ગઢાળી, રાજપીપળા તેમજ ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા તથા વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી વિગેરેને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

કાંઠા વિસ્તારનાં ગઢાળી, રાજપીપળા, ઉમરાળાના હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા સહિતના ગામો એલર્ટ
ગ્રામજનોનાં ઢોલનગારાં સાથે પાણીનાં વધામણાં
માંડવધાર ગામ ઉપર થયેલા વરસાદના કારણે ગઢડામાં ઘણા વર્ષોથી ખાલી રહેલા રમાઘાટ ડેમમાં મોડી રાત સુધીમાં પાણી ભરાવાની શક્યતા જણાઇ રહી છે. તસવીર પ્રભાકર મોદી

અન્ય સમાચારો પણ છે...