તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળો કારોબાર : ધનાળા પાસે રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદ તાલુકાના ધનાળા ગામની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગ ધનાળા ગામના પાટિયા પાસેથી બે રેતી ભરેલા ડમ્પર સાથે બે શખ્સને ઝડપી પાડી રૂપિયા ૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે. હળવદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ખનીજ ચોરી કરતા શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે તેમ છતાં તંત્રની ઐસી તૈસી કરીને ભુમાફિયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાની ધનાળ ગામની બાહ્મણી નદીમા રોયલ્ટી વિના ગેરકાયદે રેતી ભરેલા બે ડમ્પર પસાર થતા ધનાળા ગામના પાટિયા પાસે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર એ.જે ભાદરકા રાખતા બે ડમ્પર જપ્ત કરી રૂપિયા ૧૬ લાખનો મુદામાલ જપ્ત કરી બે શખ્સને ઝડપી પાડયા હતા. સુરવદર ગામના ધીરુભાઈ ભીખાભાઈ, મયુનગરના રવિભાઈ કાનજીભાઈ ડાંગરને ઝડપી પાડી હળવદ પોલીસને હવાલે કર્યા હતા. આમ હળવદમાં ખાણ ખનીજના દરોડા પાડતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો