તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાન શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે ભાજપના હોદેદ્દારોની વરણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન નગરપાલિકા તેમજ તાલુકાપંચાયત બંન્ને જગ્યાએ હાલ ભાજપની સત્તા છે . થાન ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવા માટે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નિતિનભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનોની હાજરીમાં થાન શહેર પ્રમુખ તરીકે જીતુભાઇ પુજારા, મહામંત્રી તારીકે લખમણભાઇ પી.અલગોતર અને ભુપેન્દ્રભાઇ બી.નકુમની વરણી કરાઈ હતી.

થાન ગ્રામ્ય પ્રમુખ તરીકે બચુભાઇ ડાભી અને મહામંત્રી તરીકે પરશુરામભાઇ ગુરૂ અને હમીરભાઇની નિમણુંક કરાઈ હતી. થાન તાલુકાના આગેવાનો અને કાર્યકરો દ્વારા તમામ નવનિયુક્ત હોદેદ્દારોની વરણીને આવકારી હતી.

ચોટીલામાં ભાજપના નવા હોદ્દેદારોની નિમણુંક
ચોટીલા શહેર પ્રમુખ તરીકે જયદીપભાઈ ખાચર, મહામંત્રી શૈલેષભાઇ રાજવીર, મહામંત્રી વજુભાઇ પીઠવાની પસંદગી કરાઇ હતી. તાલુકામાં નવાયુક્ત પ્રમુખ રેશમિયાના વિરજીભાઈ પરાલીયા, મહામંત્રી હબીયાસરના તેજાભાઈ ભરવાડ, પિયાવાના પ્રદીપભાઈ ખાચરની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...