તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા વોર્ડ નં.7ની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ મેદાને

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના વોર્ડ નં.7ની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ ભર્યુ હતુ. ત્યારબાદ અન્ય કોઇ ઉમેદવારોએ ફોર્મ નહીં ભરતા મુખ્ય બે પક્ષો વચ્ચે જ ચુંટણી યોજાશે. આ ચુંટણીને લઇને હાલ ધ્રાંગધ્રામાં રાજકીય ગરમાવો ફેલાયો છે.

ધ્રાંગધ્રાના વોર્ડનં.7ના સુધરાઇ સભ્ય દિલિપસિંહ ઝાલાના અવસાન બાદ ખાલી પડેલ બેઠક માટે પેટા ચુંટણી જાહેર થઇ હતી. આથી કોંગ્રેસે વોર્ડં.1ના મહિલા સુધરાઇ સભ્યના પતી અલ્પેશભાઇ બી.જાકાસણીયા અને ભાજપના દિલિપસિંહ ઝાલાના પુત્ર પરીક્ષિતસિંહ ઝાલાને ટીકીટ આપી હતી. આથી બન્ને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બંન્ને ઉમેદવારો સીવાય અન્ય કોઇ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા બંન્ને મુખ્ય પક્ષના ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે. જેનું આગામી તા.22 માર્ચના રોજ મતદાન જ્યારે તા.24 માર્ચના રોજ મતગણતરી યોજાશે. આ વોર્ડનં.7ની પેટાચુંટણીને લઇ બંન્નેપક્ષના આગેવાનો અને કાર્યકરોએ પ્રચાર કાર્ય શરૂ કરતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

22મીએ મતદાન, 24મીએ મતગણતરી

અન્ય કોઇ પક્ષે ફોર્મ ન ભર્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો