તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીમાં વિકાસકામો મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી જતા વિવાદ વકર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરાજીમાં વિકાસકામો મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી જતા વિવાદ વકર્યો છે. વિપક્ષ ભાજપના સભ્યોએ શહેરના સમતોલ વિકાસ કામો કરવા મામલે ઠરાવ રદ કરવા પ્રાદેશિક નિયામક સમક્ષ રજુઆત કરી છે, જ્યારે બીજી તરફ ધોરાજી પાલિકાના કોંગ્રેસ સતાધીશો દ્વારા ભાજપ વિકાસમાં અડચણો ઉભી કરતો હોવાના રોષ વ્યક્ત કરી આંદોલન શરૂ કરવાની ચિમકી અાપતા રાજકીય માહોલ ગરમાયો છે.

નગરપાલિકા કોંગ્રેસના શાસનમાં કુલ ૯ વોર્ડમાંથી માત્ર બે જ વોર્ડમાં સૌથી વધુ વિકાસ કામ થતા હોવાની ફરિયાદ વિરોધ પક્ષના નેતા મનસુખ સોલંકી અને ઉપનેતા પરેશ વાગડિયાએ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી રાજકોટ ખાતે ફરિયાદ કરી ઠરાવ રદ કરવા માગ કરી છે.

ભાજપ વિકાસ કામોમાં રોડા અને અડચણો ઉભી કરવા મામલે પાલિકાના પ્રમુખ સહિતના સતાધીશોએ નાયબ કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. આ મામલે પાલિકા પ્રમુખ ભાષાએ જણાવ્યું હતુ કે, વિકાસને રુંધવાનું અને અવરોધરૂપ થવાનું કાર્ય ભાજપના કેટલાક સભ્યો દ્વારા કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો