તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરામાં નાગરિક બેન્ક ચોક ખાતે ભાજપના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદના ફોટાને ફુલહાર કરી નમન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદના કાર્યોને યાદ કરી તેના વિચારો, આદર્શોને જીવનમાં ઉતારવા સંકલ્પ કરવામાં આવ્યો હતો. આજના દિવસે ભાજપના આગેવાનો દ્વારા શહેરના લોકોને સીએએ કાયદાની સમજણ આપતી પત્રિકાનું વિતરણ કરાયુ હતું. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહામંત્રી બીપીનભાઇ રાદડિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો