ભાજપનાં કેબીનેટ મંત્રી ચાવડાએ રૂપિયા 112 કરોડની મિલકત બતાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી જાહેર થઇ છે. ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે ભાજપનાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા તથા કોંગ્રેસમાંથી અરવીંદભાઇ લાડાણીએ આજે ફોર્મ રજુ કર્યા હતાં. ફોર્મ ભરતાં પહેલા બંને પક્ષ દ્વારા શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય પક્ષનાં ઉમેદવારોએ વંથલી ખાતે આજે ફોર્મ રજુ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપનાં ઉમેદવાર જવાહર ચાવડાએ સોંગદનામાં પોતાની મિલકત રજુ કરી છે. તેમની જંગમ મિલકત 23,57,95,568 અને સ્થાવર મિલકત 88,60,14,000 દર્શાવી છે. જે કુલ 1,12,18,09,568 થાય છે. આ ઉપરાંત જવાહરભાઇ ચાવડાએ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કુલ રકમ 1,03,67,59,962 દર્શાવી હતી. આજ સુધીમાં તેમની મિલકતમાં 8.50 કરોડનો વધારો થયો છે. બીજી તરફ અરવીંદભાઇ લાડાણી પાસે જંગમ મિલકત 4,96,046 અને સ્થાવર મિલકત 80,50,000 રૂપિયા છે.