તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણા | જિલ્લાના કુતિયાણા ગામે પ્રથમ વખત ભારતીય વિદ્યાર્થી પરિષદના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા | જિલ્લાના કુતિયાણા ગામે પ્રથમ વખત ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. કુતિયાણા માં આવેલ એસ. એમ. જાડેજા કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સભા યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી, આ ટીમના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કેમ્પસ પ્રમુખ તરીકે ભગીરથ ઓડેદરા ની નિમણૂક કરવામાં આવી હતી, પ્રમુખને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉપપ્રમુખ તરીકે રાકેશ મોઢવાડિયા અને લીલા મોઢવાડિયા ની નિમણૂક કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવશે. તસ્વીર - નાગેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...