વેરાવળનાં કિંદરવા પાટીયાથી પાલડી સુધીનો રસ્તો બિસ્માર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં કિંદરવા પાટીયા, સારસવા, પાલડી તેમ ત્રણ ગામ ને જોડતો આ રોડ છે અને ત્રણેય ગામે જવાનો આ એક જ માર્ગ હોય અને બધા આજ રસ્તાનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય ત્યારે સત્વરે આ રસ્તો બને તે જરૂરી છે. ચોમાસા સમય આ રોડ પર પાણી ભરાઇ જતાં આ રસ્તો તુટી જાય છે. પરંતુ તે પછી તંત્ર દ્વારા ફરીથી રસ્તો બનાવવામાં આવતો નથી. જેથી મોટા ખાડા પડી ગયા છે. તકલીફ તો ત્યારે વધે છે. જયારે આ રોડ પરથી મોટા વાહનો પસાર થાય ત્યારે રોડ બંધ થઇ જાય છે. આવા સમયે તંત્ર દ્વારા વહેલી તકે પહોળો કરવામા આવે તેમજ પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગામનાં આગેવાન પ્રવિણભાઇ આમહેડાએ જણાવ્યું હતું કે, અહીંનો સાંઢીયા પુલ છે તેને તોડી સીધો રસ્તો બનાવવામાં આવે જેથી કરીને વારંવાર થતા અકસ્માતોનાં બનાવોમાં ઘટાડો કરી શકાય છે અને લોકોની હાલાકીને દુર કરી શકાય તેમ છે. - તસ્વીર : રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...